અમારી ફિલસુફી

આપણા પશુઓના સ્વાસ્થ્ય અને સુખાકારી અમારો એકમાત્ર ધ્યેય!

 અમારા વિશે

આરહી ઇમ્પેક્ષ
પાલતું પશુઓ માટેના પ્રો-બાયોટીક પ્રોડક્ટ્સને ઈમ્પોર્ટ અને સપ્લાય કરનાર એક અગ્રણી કંપની છે. આજે ઘણાં પરિબળો પશુઓના સ્વાસ્થ્યને અસર કરે છે જેને કારણે તેમને ગંભીર બીમારીઓનો પણ સામનો કરવો પડે છે. અમારા વર્ષોના અનુભવને કારણે અમે માનીએ છીએ કે આપણા પશુઓનું સ્વાસ્થ્ય એ આપણા સમગ્ર સમાજના પ્રતિબીંબ સમાન છે. જો આપણે સૌ તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે વિચાર નહીં કરીએ તો આગળ જતા તેનાં ગંભીર પરિણામ પણ આવી શકે છે. એક કંપની તરીકે અમારૂં સંપૂર્ણ ધ્યાન આપણા પશુઓના સ્વાસ્થ્યને વધુ સારું કઈ રીતે બનાવી શકાય તેના પર જ હોય છે. અમારી વિવિધ પ્રોડક્ટ્સ અને વિસ્તૃત રીસર્ચ દ્વારા અમે સતત આ જ દિશામાં પ્રયત્નશીલ છીએ. અમારા આ જ પ્રયત્નો અંતર્ગત અમારી લેટેસ્ટ પ્રોડક્ટ એટલે Fosta 1. પાલતું પશુઓની સ્વાસ્થ્ય સંબંધી દરેક સમસ્યાનું માટે ઓલ-ઈન-વન સોલ્યુશન એટલે Fosta 1.

અમારું મિશન

એક કંપની તરીકે અમે પ્રોબાયોટીક ઇન્ડસ્ટ્રીમાં નવી સંભાવનાઓનો સંચાર કરવાં માંગીએ છીએ. અમારા અનુભવ અને જ્ઞાન દ્વારા અમે એક હકારાત્મક પરિવર્તન લાવવા માટે કાર્યરત છીએ.

અમારું વિઝન

આપણા પાલતું પશુઓના જીવનમાં તંદુરસ્તી લાવવી એ જ અમારું વિઝન છે. જે આગળ જતા દેશની પ્રગતિ અને વિકાસમાં મહત્વનો ફાળો આપશે.

કોર્પોરેટ ઓફિસ

209, ૨૦૯, વી પ્લાઝા, લક્ષ્મી એન્કલેવની સામે, ગજેરા સ્કુલ રોડ,
કતારગામ, સુરત-૩૯૫૦૦૪, ગુજરાત, ભારત.