પ્રો-બાયોટિક : એક વરદાન

પ્રો-બાયોટિક : એક વરદાન

પ્રો-બાયોટિક એટલે શું?


પ્રો-બાયોટિક એટલે જીવંત microorganismsનું એવું મિશ્રણ જેનો ઉપયોગ કર્યા બાદ પેટ સંબંધિત સમસ્યાઓ જડમૂળમાંથી નાશ પામે. પશુઓના આહારમાં પ્રો-બાયોટિકનો ઉપયોગ આજે સર્વત્ર સ્વીકાર પામ્યો છે. આજે મોલેક્યુલર બાયોલોજી અને જીનોમ સિક્વન્સની આધુનિક ટેકનોલોજીને કારણે પશુઓ માટેના નવાં નવાં પ્રો-બાયોટિક સંયોજનો પર સંશોધન થઇ રહ્યું છે. જેનો ઉપયોગ પાલતું પશુઓનાં આહારમાં કરવામાં આવે છે.

વ્યાવસાયિક ધોરણે ઉછેર કરવામાં આવતાં પાલતું પશુઓ અને મરઘા પાલન કેન્દ્રોમાં પણ ખોરાકમાં પ્રો-બાયોટિક ભેળવીને પશુઓને પેટ સંબંધિત સમસ્યાઓ સામે રક્ષણ આપવામાં આવે છે. છેલ્લા એકાદ દાયકામાં ગાય, ભેંસ, મરઘાં, ઘોડા વગેરે જેવાં પાલતું પશુઓના ખોરાકમાં પ્રો-બાયોટિકના ઉપયોગમાં ઘણો ઉછાળો આવ્યો છે. પ્રો-બાયોટિકના ઉપયોગને કારણે પશુઓના સ્વાસ્થ્ય, ઉત્પાદન ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિમાં ઘણો સુધારો થાય છે.

પ્રો-બાયોટિક : એક વરદાન

પ્રો-બાયોટિકનો ઉપયોગ ક્યારે કરી શકાય?


અનેક બ્રાહ્ય પરિબળોને કારણે પશુઓ ઘણીવખત પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે. પેટમાં રહેલ ઉપયોગી જીવાણુઓનો નાશ થવાને કારણે ખરાબ પેટ, વાયુ, ઓછી ઉત્પાદકતા વગેરે જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે. નીચે આપેલ કારણો સામે પ્રો-બાયોટિક માઈક્રોબેકટેરીયા લેવલને જાળવી રાખવામાં મદદરૂપ બને છે:

  • વાતવરણમાં પરિવર્તન
  • ખોરાકમાં ફેરફાર
  • ગર્ભાવસ્થા
  • અન્ય સ્થળે સ્થાનાંતર
  • ચેપ લાગવો
  • પોષકતત્વોની ઉણપ
  • પરિશ્રમ

કોર્પોરેટ ઓફિસ

209, ૨૦૯, વી પ્લાઝા, લક્ષ્મી એન્કલેવની સામે, ગજેરા સ્કુલ રોડ,
કતારગામ, સુરત-૩૯૫૦૦૪, ગુજરાત, ભારત.